કેટલાક
તથ્યો અને અવલોકનો:
૧) હાલમાં દેસી ગાય
કરતા જર્સી ગાયને વધુ મહત્વ આપવામાં આવે છે ફક્ત દૂધ અને ફેટ માટે થઈને. ખાસ કરીને
અમૂલ ના આગમન બાદ.
૨) આપણે જ્યારથી દેસી
ગાયનું દૂધ, વલોણા નું ઘી છોડ્યું છે ત્યારથી સાંઘાના રોગ અને અન્ય રોગો નું
પ્રમાણ પણ વધ્યું છે. જેમ કે આંખો નબળી થવી, થાક લાગવો, આળસનું પ્રમાણ વધવું
વગેરે.
૩) આજે શહેરો માં ગાય
રસ્તે રઝળતી વધારે જોવા મળે છે અને ગમે તે ખોરાક લેતી પણ. લોકોના મનમાં સેવાભાવ
હજુ પણ છે કે તેઓ ગાયને વધ્યું ઘટ્યું કે વાસી ખાવાનું આપે છે પરંતુ પ્લાસ્ટીકની
કોથળીમાં.
૪) આજની તારીખ માં
ભારતમાં સૌથી વધુ જર્સી ગાય છે અને આખી દુનિયામાં બ્રાઝિલ, નેધર્લેન્ડ અને
ડેન્માર્ક જેવા દુનિયાના સૌથી મોટા ગોવાળિયા દેશો કે જ્યાં દુનિયાનું સૌથી વધારે
દૂધ ઉત્પાદન થાય છે ત્યાં હાલમાં દેશી ગાય ની સંખ્યા વધારે છે. મિત્રો ૬૦ વર્ષ
પહેલા આનાથી ઉલટું હતું...........વિચાર કરો કેમ ?
૫) તમે જો અવલોકન
કર્યું હોય તો જોજો કે ગાય અને ગાયનું વાછડું/વાછડી કેટલુ ચંચળ હોય છે જયારે ભેંસ
નો સ્વભાવ જ આળસ નો હોય છે, જે તેના દૂધ માં પણ પ્રતીત થાય જ છે. આપે કોઈ દિવસ
સાંભળ્યું કે ઋષિ-મુનીઓ ભેંસનું દૂધ પિતા હતા.
૬) જો આપે નોધ્યું હોય
તો જર્સી ગાય ને બાંધીને રાખવી પડે છે, તેને જો દિવસે છુટી મૂકી દેવામાં આવે તો
સાંજે તે પાછી તેના મૂળસ્થાને આવી શક્તિ નથી જયારે દેશી ગાય સાંજ પડે તેના માલિક
ના આંગણે જ મળે.
૭) જર્સી ગાય ને જેટલું
વધારે ખાવળાવીએ તેટલું વધારે દૂધ આપે છે, એક મશીનની જેમ, પણ તેને જો ખુબ ઓછુ
ખવડાવવામાં આવે તો દૂધ બંધ કરી દે છે જયારે દેશી ગાય ગમે તે સંજોગો હોય, ઓછુ તો
ઓછુ પણ દૂધ તો ચાલુ જ રાખે છે.
૮) દેશી ગાયના છાણના
લીંપણવાળું ઘર ભારઉનાળે પણ ઠંડક આપે છે..........૬૦ વર્ષ પહેલા એ.સી ક્યાં હતા.
૯) સૌથી અગત્યનું,
વિચારો આજથી ૫૦ વર્ષ પહેલા ૨૫ લીટર દૂધ માંથી ૧ કિલો ઘી અને ૩૦-૩૫ લીટર છાશ બનતી હતી (બધા જ દૂધ નો ઉપયોગ કરીને માખણ
કાઢી ઘી બનાવતા) જયારે અમુલ ના આગમન પછી એ જ ૨૫ લીટર દૂધ માંથી ૧ કિલો ઘી અને ૨૪
લીટર દૂધ પાછુ મળે છે (દૂધ માંથી ફેટ કાઢી લઇ મલઈ નું ઘી અને ત્યારબાદ શક્તિ દૂધ).
આપ જાતે જ વિચારો કયું ઘી અને કયું દૂધ વધારે ઉપયોગી છે.
કેટલાક
સંશોધનો:
૧) સૌપ્રથમ ગાય
પ્લાસ્ટીક જરૂર ખાય છે પરંતુ તે ક્યારેય તેને બહાર કાઢતી નથી, પરંતુ તેના પેટના એક
ભાગમા સંગ્રહી રાખે છે જેથી આપણને નુકશાન ના થાય ........ધન્ય હો . ક્યારેય આપે
વિચાર્યું છે કે શહેર ની ગાયો કેટલીક વખતે અકાળે કેમ મૃત્યુ પામતી હોય છે. જયારે
ભેંસ અને જર્સી ગાય જેવું પ્લાસ્ટિક ખાય છે તેવું જ બહાર કાઢે છે.
૨) જર્સી ગાયના દૂધ માં
A1 ટાઈપનું જયારે દેસી ગાય ના દૂધ માં A2 પ્રકારનું તત્વ રહેલું છે. દેશી ગાયનું દૂધ પોષકતત્વો થી ભરપુર છે જયારે
જર્સી ગાયનું દૂધ એ દેખાવ પૂરતું જ દૂધ હોય છે પણ કોઈ ખાસ પોષકતત્વો વગરનું (આ એવી
વાત છે કે એક બાજુ આજકાલનું યુરિયા ખાતર
કે વનસ્પતિ ઘી કે પાણીનું ભેળસેળ વાળું દૂધ અને બીજી બાજુ કુદરતી ભેળસેળવાળું
જર્સી ગાય નું દૂધ)
૩) મીત્રો જરાક નહિ પણ
ઊંડાણથી વિચારો કે જર્સી ગાય આવી ક્યાંથી,ક્યારે આવી અને કેમ આવી. પશ્ચીમના
દેશોમાં થયેલા સંસોધનો પ્રમાણે ઉપરોક્ત A1
વાળા દુધના લીધે ત્યાના દેશોમાં કેટલાક અસાધ્ય પ્રકારના ડાયબીટીઝ અને અન્ય રોગોનું
પ્રમાણ વધી ગયું હતું, જેથી કરીને તેમને મજબુરીમાં તેમણે તેમનું ગૌધન જર્સી માં થી
દેશી માં પરિવર્તિત કરી દીધું અને તે પણ આપણા ભારત ની સાથે કે જ્યાં દુનિયાની
સર્વશ્રેષ્ઠ દેશી ગાય ની પ્રજાતિ છે (ગીર, કાંકરેજ ....વગેરે).
૪) દેશી ગાયનું છાણ એ
દુર્ગન્ધરહિત છે (એટલે જ તેનો ઉપયોગ લીપણ માં થતો હતો અને થાય છે) જયારે જર્સી અને
ભેંસ નું છાણ દુર્ગંધવાળું હોય છે..............જેવો જેનો સ્વભાવ અને
પ્રકૃતિ..............
૫) દેશી ગાયનું દૂધ તો
અક્ષીર હોય જ છે પણ તેનું છાણ અને મૂત્ર પણ તેટલું જ ઉપયોગી છે. તે સેન્દ્રિય ખાતર
તરીકે ખેતીમાં જેટલું ઉપયોગી છે તેટલું જ તેમાંથી ઘણા બધા અયુર્વેદિક ઉત્પાદનો
બનાવવામાં પણ. લખાણના આગળના ભાગ માં આ વિષે વિસ્તારમાં જણાવવામાં આવેલ છે કે
ગૌમુત્ર,ગૌછાણ,દૂધ,ઘી, દહીં નો ઉપયોગ કરીને કઈ રીતના દેશનું, સમાજનું અને પોતાનું
કલ્યાણ કરી શકાય.
૬) દેશી ગાયનું છાણ અને
મૂત્ર તેના જનમ થી લઈને મરણ સુધી ઉપયોગી હોય છે, જેનો સદુપયોગ કરીને કોઈ પણ
પશુપાલક દૂધ કરતા પણ વધારે કમાઈ શકે છે................
૭) દુનિયાભરની ગાય ની
ઓલાદોમાં ફક્ત ભારતની દેશી ગયો માં તેની ખુંધમાં સુર્ય-કેતુ નાડી હોય છે, જેના વડે
ગાય સુર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને તેનું દૂધ અને મૂત્ર ગુણકારી બનાવે છે, આજ
ફરક છે દેશી ગાય અને જર્સી ગાય વચ્ચે. તો બને ત્યાં સુધી ગાયને ખુલ્લામાં વધારે
રાખવી.
તો ઉપરોક્ત વિગતો, મહત્તા અને પાછળના
વિભાગમાં આપવામાં આવેલી ઉપયોગીતાને જોતા કેટલાક સંકલ્પ કરીએ કે જેથી કામ અધૂરુ ના
રહે. ખરું કામ તો ત્યારે પૂરું થશે જયારે એક પણ ગાય કતલખાને ના જાય અને સમાજના
એકેએક વ્યક્તિ ગાયને ગૌમાતા તરીકે આદર આપે. આ સંદર્ભે આપની પણ ઘણી ઈચ્છાઓ હશે, વિચારો હશે અને
અવલોકનો હશે જે મોટા ભાગે એકસરખા જ હશે, તો આ બધાને ધ્યાને લઈને આપણે કેટલાક દ્રઢ
સંકલ્પ કરીએ કે જે આપણા તેમ જ આપણા સંપર્કમાં આવવાવાળા તેમ જ બીજાઓના પણ પથદર્શક
બને.
0 comments:
Post a Comment