Friends,
In coming series we will see article reflecting current scenario towards holy cow and what we can do individually. Actually I have published one booklet kind of thing on mother cow and organic farming for my community. I will publish the chapter from it in the series.
First Page of it:
In coming series we will see article reflecting current scenario towards holy cow and what we can do individually. Actually I have published one booklet kind of thing on mother cow and organic farming for my community. I will publish the chapter from it in the series.
First Page of it:
ગૌમાતા……ઉપયોગીતા અને ધાર્મિક ભાવના એકસાથે
આજથી
૫-૬ દાયકા પહેલા કે લગભગ ૧૯૬૦ પહેલા (અમુલ ના આગમન પહેલા) આપણે ગાય ને ગૌમાતા
તરીકે ઓળખતા હતા. જેને આજે આપણે ગૌમાતા માંથી દૂધ અને ફેટ ની રમતમાં એક મશીન બનાવી
દીધું છે, જેને આપણે દૂધ અને ફેટ વધારવા જર્સી ગાયો પેદા કરી દીધી (જેનું દૂધ તો
નકામું છે જ સાથે સાથે ગૌમુત્ર અને ગૌછાણ પણ નકામું છે ), આપણે ગાય ને પ્લાસ્ટિક
ખાતા પણ કરી દીધી છે ને રસ્તાની વચ્ચે આવતા મારવા પણ લાગ્યા છીએ. એક જમાનો હતો
જયારે ગાયને બચાવવા માટે મરી મીટનારના પાળિયા ઠેરઠેર જોવા મળતા હતા, જયારે આજે ગાય
ઘરડી થતા કે બિનઉપયોગી થતા તેને કતલખાને મૂકી આવવા વાળા ફૂટી નીકળ્યા છે.
પહેલા
ના જમાનામાં આપણે ધાર્મિક મહત્વ જોતા હતા ને ત્યારબાદ ઉપયોગીતા, જયારે આજે એક જ
વસ્તુ મહત્વની છે “ઉપયોગીતા (મારું શું)”. આપણા સમાજમાં મુખ્યત્વે ગોપાલક મિત્રો
છે, જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તો હવે આગળના લેખમાં આપણે ગૌમાતા ને લગતા
કેટલાક તથ્યો, સંશોધનો, ધાર્મિક મહત્વતા તેમ જ વ્યવસાયિક ઉપયોગીતા વિષે
જાણકારી મેળવીશું. આ એક નમ્ર પ્રયાસ છે ગૌમાતા વિષેની આપણી સમજને વિસ્તારવાનો અને
તેને સમજણ પુરતી ના રાખીને વ્યવહારમાં ઉતરવાનો. આગળનું લખાણ એ ફક્ત માહિતી નથી
પરંતુ વર્ષોનું સંશોધન છે, પ્રત્યક્ષ પ્રયોગોનો નિચોડ છે અને એ બધાથી પરે તે આપણા
વેદ-પૂરાણો માં વર્ણવેલી પથદર્શક હકીકતો છે. અમાની કેટલીક વાતો આપને ખ્યાલ હશે અને
ઘણી બધી નહિ હોય. લેખના અંતે આપણે કેટલીક વ્યકતીગત , સામાજિક અને મંદિરને લગતા
સંકલ્પો લઈશું જેને આપણે ના ફક્ત પાળીશું પરંતુ આપણા મિત્રવર્તુળ અને સગાસંબંધી ને
પણ માહિતગાર કરી એમને પણ સંકલ્પ લેવડાવવા દિલ થી પ્રયાસ કરીશું. આ લખાણ જેટલું
ગોપાલક સમાજ માટે ઉપયોગી છે તેટલું જ એક વ્યક્તિવિશેષ માટે પણ છે.
0 comments:
Post a Comment