You are welcome

You are welcome
Showing posts with label gomata products. Show all posts
Showing posts with label gomata products. Show all posts

Friday, June 29, 2012

Gaumata...part3.........Some facts and research.....


કેટલાક તથ્યો અને અવલોકનો:
 ૧) હાલમાં દેસી ગાય કરતા જર્સી ગાયને વધુ મહત્વ આપવામાં આવે છે ફક્ત દૂધ અને ફેટ માટે થઈને. ખાસ કરીને અમૂલ ના આગમન બાદ.
૨) આપણે જ્યારથી દેસી ગાયનું દૂધ, વલોણા નું ઘી છોડ્યું છે ત્યારથી સાંઘાના રોગ અને અન્ય રોગો નું પ્રમાણ પણ વધ્યું છે. જેમ કે આંખો નબળી થવી, થાક લાગવો, આળસનું પ્રમાણ વધવું વગેરે.
૩) આજે શહેરો માં ગાય રસ્તે રઝળતી વધારે જોવા મળે છે અને ગમે તે ખોરાક લેતી પણ. લોકોના મનમાં સેવાભાવ હજુ પણ છે કે તેઓ ગાયને વધ્યું ઘટ્યું કે વાસી ખાવાનું આપે છે પરંતુ પ્લાસ્ટીકની કોથળીમાં.
૪) આજની તારીખ માં ભારતમાં સૌથી વધુ જર્સી ગાય છે અને આખી દુનિયામાં બ્રાઝિલ, નેધર્લેન્ડ અને ડેન્માર્ક જેવા દુનિયાના સૌથી મોટા ગોવાળિયા દેશો કે જ્યાં દુનિયાનું સૌથી વધારે દૂધ ઉત્પાદન થાય છે ત્યાં હાલમાં દેશી ગાય ની સંખ્યા વધારે છે. મિત્રો ૬૦ વર્ષ પહેલા આનાથી ઉલટું હતું...........વિચાર કરો કેમ ?
૫) તમે જો અવલોકન કર્યું હોય તો જોજો કે ગાય અને ગાયનું વાછડું/વાછડી કેટલુ ચંચળ હોય છે જયારે ભેંસ નો સ્વભાવ જ આળસ નો હોય છે, જે તેના દૂધ માં પણ પ્રતીત થાય જ છે. આપે કોઈ દિવસ સાંભળ્યું કે ઋષિ-મુનીઓ ભેંસનું દૂધ પિતા હતા.
૬) જો આપે નોધ્યું હોય તો જર્સી ગાય ને બાંધીને રાખવી પડે છે, તેને જો દિવસે છુટી મૂકી દેવામાં આવે તો સાંજે તે પાછી તેના મૂળસ્થાને આવી શક્તિ નથી જયારે દેશી ગાય સાંજ પડે તેના માલિક ના આંગણે જ મળે.
૭) જર્સી ગાય ને જેટલું વધારે ખાવળાવીએ તેટલું વધારે દૂધ આપે છે, એક મશીનની જેમ, પણ તેને જો ખુબ ઓછુ ખવડાવવામાં આવે તો દૂધ બંધ કરી દે છે જયારે દેશી ગાય ગમે તે સંજોગો હોય, ઓછુ તો ઓછુ પણ દૂધ તો ચાલુ જ રાખે છે.
૮) દેશી ગાયના છાણના લીંપણવાળું ઘર ભારઉનાળે પણ ઠંડક આપે છે..........૬૦ વર્ષ પહેલા એ.સી ક્યાં હતા.
૯) સૌથી અગત્યનું, વિચારો આજથી ૫૦ વર્ષ પહેલા ૨૫ લીટર દૂધ માંથી ૧ કિલો ઘી અને ૩૦-૩૫ લીટર  છાશ બનતી હતી (બધા જ દૂધ નો ઉપયોગ કરીને માખણ કાઢી ઘી બનાવતા) જયારે અમુલ ના આગમન પછી એ જ ૨૫ લીટર દૂધ માંથી ૧ કિલો ઘી અને ૨૪ લીટર દૂધ પાછુ મળે છે (દૂધ માંથી ફેટ કાઢી લઇ મલઈ નું ઘી અને ત્યારબાદ શક્તિ દૂધ). આપ જાતે જ વિચારો કયું ઘી અને કયું દૂધ વધારે ઉપયોગી છે.
કેટલાક સંશોધનો:
૧) સૌપ્રથમ ગાય પ્લાસ્ટીક જરૂર ખાય છે પરંતુ તે ક્યારેય તેને બહાર કાઢતી નથી, પરંતુ તેના પેટના એક ભાગમા સંગ્રહી રાખે છે જેથી આપણને નુકશાન ના થાય ........ધન્ય હો . ક્યારેય આપે વિચાર્યું છે કે શહેર ની ગાયો કેટલીક વખતે અકાળે કેમ મૃત્યુ પામતી હોય છે. જયારે ભેંસ અને જર્સી ગાય જેવું પ્લાસ્ટિક ખાય છે તેવું જ બહાર કાઢે છે.
૨) જર્સી ગાયના દૂધ માં A1  ટાઈપનું જયારે દેસી ગાય ના દૂધ માં A2 પ્રકારનું તત્વ રહેલું છે. દેશી ગાયનું દૂધ પોષકતત્વો થી ભરપુર છે જયારે જર્સી ગાયનું દૂધ એ દેખાવ પૂરતું જ દૂધ હોય છે પણ કોઈ ખાસ પોષકતત્વો વગરનું (આ એવી વાત છે કે એક બાજુ આજકાલનું  યુરિયા ખાતર કે વનસ્પતિ ઘી કે પાણીનું ભેળસેળ વાળું દૂધ અને બીજી બાજુ કુદરતી ભેળસેળવાળું જર્સી ગાય નું દૂધ)
૩) મીત્રો જરાક નહિ પણ ઊંડાણથી વિચારો કે જર્સી ગાય આવી ક્યાંથી,ક્યારે આવી અને કેમ આવી. પશ્ચીમના દેશોમાં થયેલા સંસોધનો પ્રમાણે ઉપરોક્ત A1 વાળા દુધના લીધે ત્યાના દેશોમાં કેટલાક અસાધ્ય પ્રકારના ડાયબીટીઝ અને અન્ય રોગોનું પ્રમાણ વધી ગયું હતું, જેથી કરીને તેમને મજબુરીમાં તેમણે તેમનું ગૌધન જર્સી માં થી દેશી માં પરિવર્તિત કરી દીધું અને તે પણ આપણા ભારત ની સાથે કે જ્યાં દુનિયાની સર્વશ્રેષ્ઠ દેશી ગાય ની પ્રજાતિ છે (ગીર, કાંકરેજ ....વગેરે).
૪) દેશી ગાયનું છાણ એ દુર્ગન્ધરહિત છે (એટલે જ તેનો ઉપયોગ લીપણ માં થતો હતો અને થાય છે) જયારે જર્સી અને ભેંસ નું છાણ દુર્ગંધવાળું હોય છે..............જેવો જેનો સ્વભાવ અને પ્રકૃતિ..............
૫) દેશી ગાયનું દૂધ તો અક્ષીર હોય જ છે પણ તેનું છાણ અને મૂત્ર પણ તેટલું જ ઉપયોગી છે. તે સેન્દ્રિય ખાતર તરીકે ખેતીમાં જેટલું ઉપયોગી છે તેટલું જ તેમાંથી ઘણા બધા અયુર્વેદિક ઉત્પાદનો બનાવવામાં પણ. લખાણના આગળના ભાગ માં આ વિષે વિસ્તારમાં જણાવવામાં આવેલ છે કે ગૌમુત્ર,ગૌછાણ,દૂધ,ઘી, દહીં નો ઉપયોગ કરીને કઈ રીતના દેશનું, સમાજનું અને પોતાનું કલ્યાણ કરી શકાય.
૬) દેશી ગાયનું છાણ અને મૂત્ર તેના જનમ થી લઈને મરણ સુધી ઉપયોગી હોય છે, જેનો સદુપયોગ કરીને કોઈ પણ પશુપાલક દૂધ કરતા પણ વધારે કમાઈ શકે છે................
૭) દુનિયાભરની ગાય ની ઓલાદોમાં ફક્ત ભારતની દેશી ગયો માં તેની ખુંધમાં સુર્ય-કેતુ નાડી હોય છે, જેના વડે ગાય સુર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરીને તેનું દૂધ અને મૂત્ર ગુણકારી બનાવે છે, આજ ફરક છે દેશી ગાય અને જર્સી ગાય વચ્ચે. તો બને ત્યાં સુધી ગાયને ખુલ્લામાં વધારે રાખવી.
        તો ઉપરોક્ત વિગતો, મહત્તા અને પાછળના વિભાગમાં આપવામાં આવેલી ઉપયોગીતાને જોતા કેટલાક સંકલ્પ કરીએ કે જેથી કામ અધૂરુ ના રહે. ખરું કામ તો ત્યારે પૂરું થશે જયારે એક પણ ગાય કતલખાને ના જાય અને સમાજના એકેએક વ્યક્તિ ગાયને ગૌમાતા તરીકે આદર આપે. આ સંદર્ભે  આપની પણ ઘણી ઈચ્છાઓ હશે, વિચારો હશે અને અવલોકનો હશે જે મોટા ભાગે એકસરખા જ હશે, તો આ બધાને ધ્યાને લઈને આપણે કેટલાક દ્રઢ સંકલ્પ કરીએ કે જે આપણા તેમ જ આપણા સંપર્કમાં આવવાવાળા તેમ જ બીજાઓના પણ પથદર્શક બને.

Monday, June 25, 2012

Gaumata....part 2 ......Why she is important


મહત્તા અને ઉપયોગીતા:
પૂરાણોમાં ગાયનો ઉલ્લેખ ગૌમાતા,કામધેનું તરીકે છે અને તેમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેલ છે. આ ઉપરાંત કૃષ્ણ ભગવાનને પણ ગાય સૌથી પ્રિય હતી. ઘણાબધા ઋષિઓએ ફક્ત ગાયના દૂધ ઉપર આખી જીન્દગી પૂરી કરી હતી. વિચારોની સાત્વિકતા, કાર્યમાં ચંચળતા અને શરીરને પણ દરેક રીતના ઉપયોગી થવું એ ગાય તેમ જ તેના દૂધ નો સ્વભાવ છે. વૈજ્ઞાનિક રીતના પણ તે સિદ્ધ થયેલી બાબત છે. કેટલાક રોગોમાં તો (ખાસ કરીને શ્વાસના) ફક્ત ગાય ની જોડે અડધો કલાક બેસવાથી પણ ઘણા ફાયદા છે, ગાયનું છાણ તો ખેતરોમાં સદીઓથી ઉપયોગમાં છે જ જેનું સ્થાન આજે મોંઘા અને આડઅસરવાળા રસાયણિક ખાતરોએ લઇ લીધુ છે. આ બધું હોવા છત્તા ફક્ત અને ફક્ત ઉપયોગીતા અને પોતાની સગવડતા જોવા માટે ટેવાયેલાઓ માટે જણાવવાનું કે ગાય ને પુરાણોમાં એમને એમ કામધેનું નથી કહેવામાં આવી, તેનું ફક્ત દૂધ અને છાણ જ ઉપયોગી નથી પરંતુ ગૌમુત્ર, ઘી, દહીં પણ એટલુ જ ઉપયોગી છે કે તેમાંથી બનતી પ્રોડકટ્સ વિષે લખીએ તેટલું ઓછુ પડે. આજકાલ ઇન્ટરનેટ ઉપર ઘણી બધી વેબસાઈટ ઉપર મોંઘા ભાવે વેચાણથી ગૌમુત્ર, ટેબલેટસ, ગૌછાણ માંથી અગરબતી, પંચગવ્ય સાબુ, ખરજવા માટેના સ્પેશિયલ સાબુ, પંચગવ્ય ખાતર અને આ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ વેચાતી જોવા મળે છે. આપણા જાણ અર્થે કેટલીક વેબસાઈટ:
http://www.foodmandi.com/organic-desi-ghee.html

લખાણના અંતભાગમાં ઉપરોક્ત દરેક આઈટમ કઈ રીતના બનાવવી, તેનું રો મટીરીયલ વગેરે વગેરે વિસ્તારથી જણાવેલ છે. પરંતુ તે પહેલા ગાયને મશીનની રીતના ના જોતા ગૌમાતા તરીકે જોવાનું ચાલુ કરવું પડે. આ સંદર્ભમાં કેટલાક આજના અને પહેલાના સમાજને અનુલક્ષીને તથ્યો, કેટલાક અવલોકનો અને ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો પણ જોઈશું. કારણકે હવે આપણે તેને અવગણી  શકીએ તેમ નથી. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે “”આપણે ગાયને પાલવતા નથી કે તેની સેવા નથી કરતા, ગાય આપણને પાલવે છે અને સમસ્ત માનવજાતની સેવા કરે છે””.

Sunday, June 24, 2012

Gaumata...PART 1.............Do not die for her, but start respecting her

Friends,

In coming series we will see article reflecting current scenario towards holy cow and what we can do individually. Actually I have published one booklet kind of thing on mother cow and organic farming for my community. I will publish the chapter from it in the series.

First Page of it:


ગૌમાતા……ઉપયોગીતા અને ધાર્મિક ભાવના એકસાથે

આજથી ૫-૬ દાયકા પહેલા કે લગભગ ૧૯૬૦ પહેલા (અમુલ ના આગમન પહેલા) આપણે ગાય ને ગૌમાતા તરીકે ઓળખતા હતા. જેને આજે આપણે ગૌમાતા માંથી દૂધ અને ફેટ ની રમતમાં એક મશીન બનાવી દીધું છે, જેને આપણે દૂધ અને ફેટ વધારવા જર્સી ગાયો પેદા કરી દીધી (જેનું દૂધ તો નકામું છે જ સાથે સાથે ગૌમુત્ર અને ગૌછાણ પણ નકામું છે ), આપણે ગાય ને પ્લાસ્ટિક ખાતા પણ કરી દીધી છે ને રસ્તાની વચ્ચે આવતા મારવા પણ લાગ્યા છીએ. એક જમાનો હતો જયારે ગાયને બચાવવા માટે મરી મીટનારના પાળિયા ઠેરઠેર જોવા મળતા હતા, જયારે આજે ગાય ઘરડી થતા કે બિનઉપયોગી થતા તેને કતલખાને મૂકી આવવા વાળા ફૂટી નીકળ્યા છે. 

પહેલા ના જમાનામાં આપણે ધાર્મિક મહત્વ જોતા હતા ને ત્યારબાદ ઉપયોગીતા, જયારે આજે એક જ વસ્તુ મહત્વની છે “ઉપયોગીતા (મારું શું)”. આપણા સમાજમાં મુખ્યત્વે ગોપાલક મિત્રો છે, જેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. તો હવે આગળના લેખમાં આપણે ગૌમાતા ને લગતા કેટલાક તથ્યો, સંશોધનો, ધાર્મિક મહત્વતા તેમ જ વ્યવસાયિક ઉપયોગીતા વિષે જાણકારી મેળવીશું. આ એક નમ્ર પ્રયાસ છે ગૌમાતા વિષેની આપણી સમજને વિસ્તારવાનો અને તેને સમજણ પુરતી ના રાખીને વ્યવહારમાં ઉતરવાનો. આગળનું લખાણ એ ફક્ત માહિતી નથી પરંતુ વર્ષોનું સંશોધન છે, પ્રત્યક્ષ પ્રયોગોનો નિચોડ છે અને એ બધાથી પરે તે આપણા વેદ-પૂરાણો માં વર્ણવેલી પથદર્શક હકીકતો છે. અમાની કેટલીક વાતો આપને ખ્યાલ હશે અને ઘણી બધી નહિ હોય. લેખના અંતે આપણે કેટલીક વ્યકતીગત , સામાજિક અને મંદિરને લગતા સંકલ્પો લઈશું જેને આપણે ના ફક્ત પાળીશું પરંતુ આપણા મિત્રવર્તુળ અને સગાસંબંધી ને પણ માહિતગાર કરી એમને પણ સંકલ્પ લેવડાવવા દિલ થી પ્રયાસ કરીશું. આ લખાણ જેટલું ગોપાલક સમાજ માટે ઉપયોગી છે તેટલું જ એક વ્યક્તિવિશેષ માટે પણ છે.